બાબા રામદેવના હસ્તે પતંજલિ ‘પરિધાન’નાં સુરતના સૌપ્રથમ શો રૂમનો ભવ્યશુભારંભ

રવિવારે તારીખ 31મી માર્ચે સવારે 10:30 વાગ્યે યોગગુરૂ અને ‘પતંજલિ’નો પાયો નાંખનાર બાબા રામદેવે પતંજલિની ઍક્સક્લુઝિવ બ્રાન્ડ ‘પરિધાન’ના સુરતના સૌપ્રથમ શો રૂમનો વરાછા રોડ ખાતે, પી. પી. સવાણી હાર્ટ ઈન્સ્ટિટ્યુટની સામે શુભારંભ કર્યો હતો. ‘પતંજલિ’એ હજુ થોડા સમય પહેલાં જ ‘પરિધાન’ નામથી કપડાંની ઍક્સક્લુઝિવ બ્રાન્ડ લોન્ચ કરી હતી, જે બ્રાન્ડ અંતર્ગત સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શુભારંભ સમયે બાબા રામદેવ તેમજ ‘પરિધાન’ને લોકો દ્વારા અત્યંત સારો પ્રતિભાવ સાંપડ્યો હતો.

પતંજલિ દ્વારા ‘પરિધાન’ શરૂ  કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશીકરણ અંતર્ગત સ્વદેશી કપડું અને આપણા દેશની ફેશનને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ નાગરિકોને વિદેશી કંપનીઓની સરખામણીમાં રિઝનેબલ કિંમતમાં બેસ્ટ ક્વોલિટી મળી રહે એ પણ પતંજલિ ‘પરિધાન’નો આશય છે.

 

આ પતંજલિ ‘પરિધાન’ શો રૂમમાં કપડાંની 3500થી વધુ વેરાઈટીઝ ઉપલબ્ધ છે. જેમાં લેડિઝ-જેન્ટસ તેમજ કિડઝના ઍથનીક વેર, ફોર્મલ વેર, ઈન્ડો વેસ્ટર્ન, કેઝ્યુઅલ વેર, યોગ એન્ડ સ્પોટર્સ વેર, એસેસરિઝ તેમજ લગ્ન તથા સગાઈ પ્રસંગો માટેના ડિઝાઈનર વેર પણ ઉપલબ્ધ છે.

પતંજલિ ‘પરિધાન’ બ્રાન્ડ અંતર્ગત આ શો રૂમમાં ‘સંસ્કાર’, ‘આસ્થા’ અને ‘લીવ ફીટ’ જેવા નામોથી સ્પેશિયલ ડિવિઝન પાડવામાં આવ્યા છે, જે તમામ ડિવિઝનમાં અનેકવિધ ડિઝાઈન્સ ધરાવતા કપડાં ઉપલબ્ધ છે. પતંજલિ ‘પરિધાન’ની ખાસિયત એ છે કે ત્યાં મધ્યમવર્ગને માફક આવે એવી પ્રાઈઝ રેન્જમાં વિવિધ વેરાઈટી ઉપલબ્ધ છે.

સુરતના ‘પરિધાન’ના શો રૂમ ‘વસ્ત્રમ્’ની મુલાકાત દરમિયાન બાબા રામદેવે જાહેરાત કરી હતી કે રામનવમી સુધી એટલે કે ૧૪મી એપ્રિલ સુધી ‘વસ્ત્રમ્’ના આઉટફીટ્સ પર ૨૦% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ તેમણે સ્વદેશી આઉટફીટ્સની પણ હિમાયત કરી હતી.

પતંજલિ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘પરિધાન’ને યુવાવર્ગ દ્વારા અત્યંત આવકાર મળી રહ્યો છે. જે અંતર્ગત દેશભરમાં ‘પરિધાન’ના 80થી વધુ શો રૂમ્સ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યા છે.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.