‘માણસ તરીકે ઘણો બદલાયો છું’: આમિર ખાન

મોહન ઐયર

તે મિસ્ટર પરફેક્શનિસ્ટ છે. તે આમિર ખાન છે, જે છેલ્લા અનેક વર્ષોથી બોક્સ ઑફિસ પર એકહથ્થુ શાસન કરે છે. તેની દરેક ફિલ્મની રિલીઝ પર ઈન્ડસ્ટ્રીની નજર રહે છે, કારણ કે દર વખતે આમિર તેની આગલી ફિલ્મના રેકોર્ડ્સ તોડે છે. થોડા સમય પહેલા રિલીઝ થયેલી તેની ફિલ્મદંગલેબોક્સઑફિસ પર પણ દંગલ મચાવેલું અને અધધધ કહી શકાય એવો 2000 કરોડનો વર્લ્ડવાઈડ વકરો કરેલો.  તો ગઈ દિવાળી પર રિલીઝ થયેલી તેની ફિલ્મસિક્રેટ સુપરસ્ટારપણ ફિલ્મ લવર્સ અને ફિલ્મ ક્રિટિક્સના દિલ જીતવામાં સફળ રહી. આમીર ખાનેકૉકટેલ ઝિંદગીને ખાસ મુલાકાત આપી હતી, જેમાં તેણે અનેક રસપ્રદ વાતો શૅર કરી હતી અને તેના ભવિષ્યના પ્લાનિંગ્સ વિશે પણ તેણે જણાવ્યું હતું.

***

એવું કહેવાય છે કે હજુ પણ તમે મીડિયા સાથે દિલ ખોલીને વાત નથી કરી શકતા અને હંમેશની જેમ તમને એકલા રહેવાનું ગમે છે.

હું મારા કામ પ્રત્યે અત્યંત નિષ્ઠા રાખું છું અને મોટાભાગનો સમય હું મારા પાત્ર બાબતે વિચારતો રહેતો હોઉં છું. સતત રિચર્સ અને વિચારો કરીને હું મારી ફિલ્મોને યુનિક બનાવવાનો પ્રયત્ન કરતો રહું છું. અલબત્ત, હું મારા યુનિટ મેમ્બર્સ સાથે સતત ઈન્ટરેક્ટ કરતો રહું છું. તો જ્યારે મારી ફિલ્મોને પ્રમોશનની જરૂર હોય ત્યારે જરૂરિયાત મુજબનું પ્રમોશન પણ હું કરું છું. હું નથી માનતો કે હું એકાંતપ્રિય માણસ છું કે લોકોને મળવાનું ટાળું છું.

ઘણાને એવું લાગે છે કે તમને માત્ર પ્રામાણિક ટિપ્પણીઓ ગમે છે અને તમે સ્ટાર્સને મસ્કાબાજી કરતા લોકોને આસાનીથી પારખી શકો છો.

કેટલીક ફિલ્મો કે કેરેક્ટર્સ વિશે મેં જ્યારે પ્રામાણિક ટિપ્પણી કરી છે ત્યારે ઘણીવાર હું વિવાદમાં સપડાયો છું અને એ ફિલ્મ કે પાત્ર સાથે સીધી રીતે સંકળાયેલા લોકો હર્ટ થયા છે. કેટલીય વાર દેશને લગતા કેટલાક મુદ્દાઓ પર પણ મેં કમેન્ટ્સ કરી છે અને પછી મારી કે મારી પત્ની કિરણ રાવ સાથે શું થયું એ બધા જાણે છે. એ જ રીતે હું મારા માટે પણ પ્રામાણિક પ્રતિભાવો પસંદ કરું છું. આ માટે રાજુ હિરાણી સાથેનો એક બનાવ યાદ કરીશ. એક વાર રાજુ હિરાણીએ મને કહેલું, ‘એક પ્રૉજેક્ટમાં મને તારી સાથે કામ કરવાની ઈચ્છા હતી, પરંતુ હવે ઈચ્છા નથી.’ તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્યારે રાજુ હિરાણી ‘લગે રહો મુન્નાભાઈ’ની વાત કરતા હતા, જે ફિલ્મ આખરે સંજય દત્તને ફાળે ગયેલી. જોકે દરેક કિસ્સામાં પ્રામાણિકતાની અપેક્ષા રાખી શકાય નહીં. મને એવું લાગે છે કે લોકો હંમેશાં ડિપ્લોમેટિક રહેવાનું પસંદ કરે છે. સીધી કે આડકતરી રીતે લોકો તમને હર્ટ કરવાનું પસંદ કરતા નથી.

રાજુની પ્રામાણિકતાએ તમને પ્રભાવિત કર્યા હશે

મને ખબર હતી કે રાજુ ગ્રેટ ફિલ્મમેકર બનશે અને એ વાત સાચી પડી. કારણ કે રાજુ હાલમાં મોસ્ટ ઈન ડિમાન્ડ ડિરેક્ટર્સમાંનો એક છે. હું તેના માટે અત્યંત ખુશ છું.

ગજનીના ડિરેક્ટર મુરુગાદોસનીક્રિએટિવિટીથી પણ તમે અત્યંત પ્રભાવિત થયા હતા

ઘણા સાઉથ ઈન્ડિયન ડિરેક્ટર્સની જેમ મુરુગાદોસે પણ દમદાર કામ કર્યું છે. હું જ્યારે તેને મળ્યો ત્યારે તેણે મને કહેલું કે ‘ગજની’ના હિન્દી વર્ઝનનો ક્લાઈમેક્સ જુદો હશે. મેં જ્યારે ફિલ્મનું તેલુગુ વર્ઝન જોયું ત્યારે હું પણ તેના નિર્ણય સાથે સહમત થયો અને અમે એક અદ્ભુત ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. સૌ કોઈ જાણે છે એમ ફિલ્મની છેલ્લી ત્રીસ મિનિટ મૂળ તેલુગુ ફિલ્મથી અત્યંત ડિફરન્ટ હતી. પછી તો જે બન્યું એ ઈતિહાસ હતો અને ‘ગજની’ બૉલીવુડની પહેલી એવી ફિલ્મ બની જેણે 100 કરોડથી વધુ રૂપિયાનો વકરો કર્યો હોય. ‘ગજની’ની સક્સેસ પાર્ટીમાં મેં મુરુગાદોસને કહ્યું હતું કે તું હજુ એક પાર્ટી ડિઝર્વ કરે છે. અને તેના માનમાં મેં એક પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. આફ્ટરઑલ સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવીને તેણે બૉલીવુડમાં એક મોટી હિટ આપી હતી.

જોકે એવું કહેવાય છે કે મહિલાઓનેગજનીનું વધુ પડતું એક્શન પસંદ નહોતું પડ્યું.

ઍક્શન તો ‘ગજની’નું એક મહત્ત્વનું પાસું હતું. એવું જો હોય તો ‘શોલે’ સાથે શું થયું? એ ફિલ્મ પણ અત્યંત હિટ રહી હતી અને મને તો લાગે છે કે મહિલાઓ પણ વારંવાર એ ફિલ્મ જુએ છે. એ તો ઠીક મહિલાઓ ગબ્બરસિંઘને પણ અત્યંત પસંદ કરે છે.અને હૉલીવુડ ફિલ્મોનાં ઍક્શનનું શું?મહિલાઓ તો એ ફિલ્મો જોવા માટે પણ સિનેમા હૉલ્સમાં જાય જ છે.

ફિલ્મો બાબતે હું એવું માનું છું કે તમારા સબ્જેક્ટમાં તમને કેટલી શ્રદ્ધા છે અને તમે એને કઈ રીતે ટ્રીટ કરો છો એના પર બધો આધાર રહેતો હોય છે. ‘ગજની’ જેવી ફિલ્મ ઘણા સમયથી આવી નહોતી. એકતરફ મોટાભાગના ફિલ્મસર્જકો મોટા સ્ટાર્સ સાથે કોમેડી જોનરમાં કામ કરતા હતા, ત્યારે મેં ‘ગજની’ સ્વીકારવાનું પસંદ કર્યું.

તારે ઝમીં પરજેવી બાળકોની આસપાસ ફરતી ફિલ્મના નિર્માણ સાથે પણ તમે સંકળાયા. તમને વિશ્વાસ હતો કે ફિલ્મ સફળ થશે?

મારે એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે બૉલીવુડમાં બાળકોને કેન્દ્રમાં રાખીને બહુ ઓછી ફિલ્મો તૈયાર થઈ છે. ‘તારે ઝમીં પર’ની વાત કરું તો એ ફિલ્મ તૈયાર કરતી વખતે અમને અત્યંત ટૅલેન્ટેડ ટીમ મળી હતી. બાળકોની પ્રામાણિકતાથી પણ હું અત્યંત પ્રભાવિત થયો હતો. તેઓ ઈનોસન્ટ તો હતા જ, પરંતુ અત્યંત ટૅલેન્ટેડ પણ હતા. ‘તારે ઝમીં પર’ એ એક અત્યંત ઈમોશનલ સ્ક્રિપ્ટ હતી અને મને એ વાતની ખાતરી હતી કે લાગણીઓ કોઈને પણ સ્પર્શતી હોય છે. એમાંય ત્યારે તો ખાસ જ્યારે એની સાથે બાળકો સંકળાયેલા હોય. એટલે જ એ ફિલ્મ બધાને અત્યંત પસંદ પડી અને એફિલ્મ બોક્સ ઑફિસ પર પણ અત્યંત હિટ રહી.

આજકાલ આપણનેગોલમાલસિરીઝ, ‘મસ્તી’, ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’, ‘ફૂકરેકેમુબારકાજેવી અનેક કોમેડી ફિલ્મો જોવા મળે છે. ઈવન તમે પણઅંદાઝ અપના અપનાકેઈશ્કજેવી ફિલ્મોમાં કોમેડી કરતા નજરે ચડ્યા છો. શું અમને તમારા બેનર હેઠળ કોઈ કોમેડી ફિલ્મ જોવા મળશે?

‘અંદાઝ અપના અપના’માં મારી અને સલમાનની જોડીએ જબરદસ્ત કમાલ કરી હતી.તો ‘ઈશ્ક’ના કોમિક સિન્સમાં પણ મારી અને અજયની જોડી જામી હતી. એક્સાઈટિંગ કોમેડી ફિલ્મ તૈયાર કરી શકાય એવી કોઈ સ્ક્રિપ્ટની હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. આ ઉપરાંત મારે અન્ય કેટલાક જોનરની ફિલ્મો પર પણ કામ કરવું છે, પરંતુ હું યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઉં છું.

ગજનીમાં તમે માચો લૂકમાં દેખાયા હતા. તમારા ટોન્ડ ફિઝિક માટે શું તમે જ્હોન અબ્રાહમ, અક્ષયકુમાર કે સલમાન ખાન જેવા ઍક્ટર્સ પાસે કોઈ પ્રેરણા લીધી હતી?

એ તમામ બ્રિલિયન્ટ અભિનેતાઓ પાસે લાજવાબ ફિઝિક છે અને તેમની સૌની આગવી બોડી લેંગ્વેજ છે. જોકે હું માનું છું કે કોઈ પણ કલાકાર માટે પરફેક્ટ બોડી હોવી જરૂરી છે અને આ કારણે જ હું હંમેશાં મારી બોડી મેઈનટેન રાખતો હોઉં છું. ‘દંગલ’ના મારા પાત્ર માટે મારે મારું વજન વધારવું પડ્યું હતું તો યશરાજ સાથેની મારી આગામી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ના પાત્રને નોર્મલ ફિઝિકની જરૂર છે. એટલે ‘દંગલ’ બાદ તરત મેં મારું ઘણું વજન ઘટાડ્યું હતું.

ફિઝિક મેઈનટેન કરવા માટે તમે યંગસ્ટર્સને શું સલાહ આપશો?

રેગ્યુલર ઍક્સરસાઈઝ માણસને શારીરિક અને માનસિક એમ બંને રીતે એલર્ટ રાખે છે. માણસ જો તેના શરીરની યોગ્ય કાળજી રાખવામાં રસ દાખવે તો સારા સ્વસ્થ્ય દ્વારા તે ઘણા ચમત્કારો સર્જી શકે છે. દરેક માણસે દિવસે અને રાત્રે નેચરલ હેલ્ધી ફ્રૂટ્સ ફરજિયાત ખાવા જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ વિટામિન ટેબ્લેટ્સ પણ લેવી જોઈએ.

લોકો કહે છે કે સ્ત્રીઓ હંમેશાં તેમના પતિમાં બદલાવ લાવતી હોય છે. કિરણ રાવ સાથે લગ્ન કર્યા પછી તમે તમારા જીવનમાં કયા પ્રકારના બદલાવ મહેસૂસ કર્યા?

લગ્નમાં બન્નેવ્યક્તિઓનું યોગદાન એકસરખું હોય છે. મારી પ્રથમ પત્ની રીના સાથે હું સોળ વર્ષ રહ્યો અને મારે મન એ સમયનું ઘણું મૂલ્ય છે. તો આજે મને કિરણની કંપની છે અને આ સમય પણ એટલો જ એક્સાઈટિંગ છે. એક માણસ તરીકે હું પણ આટલા વર્ષોમાં ઘણો બદલાયો છું અને મારામાં ઘણા પરિવર્તનો આવ્યા છે.

તમારી કરીઅરમાં તમેકયામત સે કયામત તક’, ‘દિલ’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘રંગીલા’, ‘દિલ હૈ કી માનતા નહીં’, ‘સરફરોશ’, ‘અંદાઝ અપના અપના’, ‘ગુલામ’, ‘લગાન’, ‘ફના’, ‘ધૂમ 3’, ‘પીકેકેદંગલજેવી સક્સેસ જોઈ છે. તમારી સફળ ફિલ્મો સંદર્ભે કોઈ કમેન્ટ?

અરે, તમે તો મને જૂહી ચાવલા, માધુરી દીક્ષિત, કરિશ્મા કપુર, ઉર્મિલા માતોંડકર, પૂજા ભટ્ટ, સોનાલી બેન્દ્રે, રાની મુખર્જી, કાજોલ, કરીના કપૂર અને કેટરિના કૈફ જેવી સુંદર અભિનેત્રીઓની યાદ અપાવી દીધી, જેમણે મારી સાથે આ હિટ ફિલ્મ્સમાં કામ કર્યું હતું. એક્ટિંગ એ મારું પ્રોફેશન છે તો અમારા બહોળા પરિવારના સભ્યો ફિલ્મ મેકિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે એટલે બન્ને ક્ષેત્રોમાં પરફેક્ટ હોવું મારા માટે જરૂરી છે.

આપણેબાહુબલીફ્રેન્ચાઈઝીની ફિલ્મોની અભૂતપૂર્વ સફળતા જોઈ. ક્લેક્શનની બાબતે ફિલ્મે આમિર, શાહરુખ અને સલમાન ખાન સ્ટારર ફિલ્મોને પણ પછડાટ આપી છે. વિશે તમારી કોઈ કમેન્ટ?

‘બાહુબલી’ ફિલ્મ તેલુગુમાં બની અને તમિલ, મલયાલમ અને હિન્દી વર્ઝનમાં ડબ થઈ. દક્ષિણ ભારતની ભાષાઓની જેમ હિન્દી વર્ઝનને પણ અપ્રતિમ સફળતા મળી અને આ ફિલ્મે જબરદસ્ત બિઝનેસ કર્યો. બાહુબલીની અનબિલિવેબલ સક્સેસ પરથી બૉલીવુડ સ્ટાર્સે શીખવું રહ્યું કે તેઓ હજુ વધુ મહેનત કરીને કોઈક મોટી ફિલ્મ તૈયાર કરી શકે છે. આફ્ટરઑલ બૉલીવુડ એ ઘણી મોટી ઈન્ડસ્ટ્રી છે અને દેશભરના લોકો બૉલીવુડ હીરોને આઈડિયલ માને છે.

સાઉથ ઈન્ડિયન ફિલ્મની અકલ્પનીય સફળતા પાછળ ત્યાંની ફેન ક્લબ્સ જવાબદાર હોય છે.અમારે ખાન ત્રિપુટીએ પણ સાઉથના ચાહકોમાં પોપ્યુલારિટી મેળવવી જોઈએ. જોકે હું કોઈ પણ ફિલ્મની બોક્સ ઑફિસ સક્સેસથી અત્યંત ખુશ થતો હોઉં છું.ફિલ્મો કંઈ અમસ્તાં જ નથી તૈયાર થતી. કોઈ પણ ફિલ્મ તેની સાથે સંકળાયેલા યુનિટ મેમ્બર્સના ખૂન-પસીનાથી તૈયાર થતી હોય છે.

હું એમ પણ માનું છું કે બોક્સ ઑફિસ રેકર્ડ્સ હંમેશાં તૂટતા રહેવા જોઈએ. આખરે આ બાબત જ સ્ટાર્સ અને ફિલ્મ મેકિંગ સાથે સંકળાયેલા તમામ લોકોને વધુ ને વધુ મહેનત કરવા અને ઉત્તમ ફિલ્મો તૈયાર કરવા પ્રેરે છે. જે ફિલ્મો વધુ ને વધુ લોકો જુએ છે.

ફિલ્મ સેન્સરશીપ વિશે તમારું શું માનવું છે?

ફિલ્મ સેન્સર બોર્ડની જવાબદારી માત્ર ફિલ્મને યુ, યુએ કે એ સર્ટિફેક્ટ આપવાની જ છે. સેન્સર મેમ્બર્સ દ્વારા ફિલ્મના કોઈ શોટ્સ કે સિન્સ કાપવાની તરફેણમાં હું નથી. આફ્ટરઑલ આવું કરવાથી ડિરેક્ટરની ક્રિએટિવિટીને અસર પહોંચે છે, જેને બધા કેપ્ટન ઑફ ધ શીપ માનતા હોય છે.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.