આ બાળકો જન્મતાની સાથે થાય છે ગ્રેજ્યુએટ

આમ તો વીસ કે એકવીસ વર્ષે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થતા હોય છે, પરંતુ અમેરિકાની એક હોસ્પિટલ એવી છે, જેમાં બાળકનો જન્મ થયાના થોડા દિવસોમાં જ એને ગ્રેજ્યુએશની ડિગ્રી આપવામાં આવે છે.

તમને આ જાણીને આશ્ચર્ય થશે, પરંતુ અમેરીકામાં ગૈસ્ટોનિયા પ્રાંતના કૈરોમોન્ટ રીજનલ મેડિકલ સેન્ટરમાં ગ્રેજ્યુએશન સેરેમનીના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ જે બાળકને જન્મતાની સાથે જ આઈસીયુમાં રાખવામાં આવ્યા હોય તેમના માટે યોજવામાં આવે છે. આ વિશેષ આયોજન કરવા પાછનો હેતુ એ છે કે બાળક આઈસીયુમાં હોવાથી માતા-પિતા અનેક પ્રકારની મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેમને માનસીક રીતે સ્વસ્થ કરવા અને તેમના મનમાં આઈસીયુ પ્રત્યેનો હાઉ દૂર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

આ મુશ્કેલીભર્યા સમયમાં બાળકના માતા-પિતાને હિંમત આપવા અને બાળકને મળતી નવી જિંદગીની ઉજવણી ખુશીઓથી કરવા માટે ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય, અને વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે.

અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.