બૂરા ન માનો હોલી હૈ

મીરાં સલ્લા

ખીલ્યાં કેસુ, ખાખરે એની વગડે વગડે આગ,

ફૂલડે ફૂલડે ફરી વળે મારુ મન જાણે મધમાખ…

ફાગણ મહિનામાં એક તરફ ફૂલગુલાબી ઠંડી અને બીજી તરફ કુદરત પણ જાણે પ્રેમના નવાં જ રંગમાં રંગાઈ હોય તેમ ચારો તરફ કેસુડાના ફૂલોથી વાતાવરણ મહેંકી ઊઠે છે. આંબે મોર પણ આવ્યાં હોવાથી કોયલોના મીઠા ટહુકાઓ સંભળાય છે. કુદરત પણ જાણે પ્રેમની ઓઢણી ઓઢીને બેઠી હોય ત્યારે ભલા આપણા મનુષ્યનું તો પૂછવું જ શું?

રંગો અધર પર ઉમટી, ચકચૂર બનતા બે ઘડી

ફરફર ફરુકે ફૂલડે ભરપૂર સાજન પ્રિતડી

ભીનાશ નાગરવેલમા, આવી વસંતે કૂદતી

હોળી હરેક અંગ પર, ઉમંગ લેરે લૂમતી…

પણ એવામાં જો પ્રેમી કામ અર્થે પરદેશ ગયો હોય તો પ્રેમિકા એક મીઠી ફરિયાદ કંઈક આમ કરે છે…

હોળી મહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,

હું પૂછું નર્દે નાવલા! તને કેમ ગમે પરદેશ?

આ ફાગણ મહિનામાં ખુશીઓમાં ઉમેરો કરતો એક તહેવાર એટલે હોળી અને તેના બીજા દિવસે ઊજવાતો આપણો રંગોનો તહેવાર ઘૂળેટી. મૂળ ઉત્તર ભારતમાં આવેલા વ્રજધામ(વૃંદાવન)નો આ તહેવાર ધીમે ધીમે દરેક પ્રાંતમાં વિસ્તરતો ગયો અને લોકો તેને વિવિઘ રીતે ઉજવે છે.

હોળીનો તહેવાર મનાવવા માટે અનેક પૌરાણિક કથાઓ કહેવામાં આવી છે, તેનો મુખ્ય ઉદ્દેશ અસુરોનો નાશ અને સત્ત્વનો સ્વીકાર એવો ગણવામાં આવે છે. એક નવી શરૂઆત નવો ઊમંગ આપણા જીવનમાં પ્રવેશે એ માટે પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગામડાઓમાં રહેતા લોકો-નાચ ગાન, નૃત્ય કરીને આખી રાતભર આનંદ, ઉલ્લાસથી વિતાવે છે. તો શહેરોમાં લોકો કોઈ રિસોર્ટ વેગેરેમાં જઈને મનાવે છે.

હોળીના બીજા દિવસે ઉજવાતો આ રંગોનો તહેવાર આપણા જીવનમાં વિવિધ રંગો પૂરે છે, તે આપણને એક સર્જનાત્મતાનો સંદેશ પણ આપે છે. કોઈ બે રંગોનું જ્યારે મિશ્રણ કરવામાં આવે ત્યારે તેમાંથી એક નવો જ રંગ બનતો હોય છે. તેમ મનુષ્ય જીવનમાં પણ વિવિધ ભાતના રંગો ઘરાવતા મનુષ્ય જ્યારે એકબીજાને મળે ત્યારે એક નવી જ દુનિયાનું સર્જન કરે છે. આ રંગો આપણને વિવિધતામાં એકતાનો સંદેશ પણ આપે છે. આ દિવસે મનમાં રહેલા કોઈ અણબનાવ કે નરાત્મકતાને ભૂલીને દોસ્તીના એક નવા જ રંગમાં રંગાવા માટે માટેનો છે.

તનડો ભીંગે ને મનડાં કોરા ફટકે આયે મનના પોરા

એક ગંગાથી જો અખિયાં લાગે તો આયખું આખું ન્યાલ…

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

1 Comment
 1. સુંદર લેખ.
  ——
  હોળીનું એક સુંદર મુક્તક

  ચાલ ને ગોરી, આજે રમીએ રંગેરંગમાં હોળી,
  એકલાંએકલાં નહીં, રમીએ સંગેસંગમાં હોળી;
  પીળાની પીઠી ચોળીશું, લીલાની મૂકીશું મહેંદી,
  રાતાનું સિંદૂર પૂરીને, રમીએ અંગેઅંગમાં હોળી.

  ~ જગદીશ કરંગીયા ‘સમય’
  https://jagdishkarangiya.wordpress.com/2018/03/01/Holi

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.