આપણા નેતાઓની ડ્રેસિંગ સ્ટાઈલ : કોઈ છે પોતે જ ડિઝાઇનર તો કોઈ છે ટ્રૅન્ડ સૅટર

કેટલાક રાજકારણીઓ મનમાં ઘેરી છાપ છોડી જતા હોય છે. એ માટે તેમની વાક્છટા અને પ્રભાવશાળી વ્યક્તિત્વની સાથે તેમની ડ્રેસિંગ સ્ટાઇલ પણ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. આજના રાજકારણીઓ તો આ હકીકતથી સારી રીતે વાકેફ છે. એટલે જ કપડાંની પસંદગી બાબતે તેઓ સભાન રહે છે. તો ચાલો, આજે દેશની આવી જ કેટલીક રાજકીય હસ્તીઓના સ્ટાઇલ સ્ટેટમેન્ટ પર એક નજર નાખીએ…

નરેન્દ્ર મોદી

ડ્રેસ કોડ ખાદીના કુર્તા-પાયજામા, કેસરી કુર્તા, સફારી સૂટ, નેહરૂ જેકેટ અને ક્યારેક પાઘડી. આ સાથે બલ્ગરીના ચશ્મા અને મોવાડો વોચ.

From my Kedarnath visit today.

A post shared by Narendra Modi (@narendramodi) on


નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમની ડ્રેસિંગ સ્ટાઇલને લઈને ચર્ચામાં રહેતા હતા. રો સિલ્કના કુર્તા અને હાફ સ્લીવ્ઝનાં ઝભ્ભા તેમનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ચૂક્યું છે.

રાહુલ ગાંધી

ડ્રેસ કોડઃ નેહરૂ જેકેટ અને કુર્તા-પાયજામા સાથે કોલ્હાપુરી સેન્ડલ.

કોંગ્રેસના સૌથી યુવા નેતા સામાન્ય રીતે સફેદ કૂર્તા પાયજામામાં જ જોવા મળે છે. પ્રિયંકાની માફક રાહુલ ગાંધીનું ડ્રેસિંગ પણ એકદમ કમ્ફર્ટેબલ હોય છે.

અમુક પ્રસંગે તેઓ થ્રી-પિસ ડિનર સૂટ, પ્રિન્ટેડ અથવા સ્ટ્રાઇપ્ડ ટાઇ, બ્લેક ફોર્મલ બૂટ તેમ જ સ્પોર્ટ શૂઝમાં પણ જોવા મળે છે.

અરવિંદ કેજરીવાલ

પાવર અને સ્ટાઇલ વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વનો આધારસ્તંભ છે, તો ‘આમ આદમી’ જેવાં સાદા કપડાં એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વ્યક્તિત્વનું જમા પાસું છે.

કેજરીવાલનાં વસ્ત્રો કમ્ફર્ટ ટ્રાઉઝર, કેઝ્યુઅલ શર્ટ, સ્વેટર છે, પરંતુ તેમનો ટ્રેડમાર્ક છે મફલર. મફલરના કારણે તેઓ રાજકીય વર્તુળમાં જુદા પડી આવે છે.

હેમા માલિની

ડ્રેસ કોડઃ શિફોન અને કોટનની સાડી, કાંજીવરમ અને પ્રિન્ટેડ સાડી, એમ્બ્રોઇડરી વર્ક સાથેના સિલ્ક સૂટ, સાથે ડાયમન્ડ નેકલેસ. આ સાથે લાંબી ઇયરિંગ્ઝ અને લાઇટ લિપસ્ટિક.

બોલિવૂડની ‘ડ્રીમ ગર્લ’નો જાદુ આજે પણ અકબંધ છે. બહોળો ચાહક વર્ગ ધરાવતા હેમા માલિની તેમની આગવી સ્ટાઇલને રાજકારણ સાથે કેવી રીતે વણી લેવી તે સારી રીતે જાણે છે.

શશી થરૂર

ડ્રેસ કોડઃ સોબર કોટ અને સફેદ કુર્તા, ક્રિસ્પ બ્લોક્ડ કુર્તા અને નેહરૂ જેકેટ, ફોર્મલ શર્ટ અને ક્યારેક વેસ્ટકોસ્ટ પર ગુલાબ.

આહા… આજેય એક રાજકારણી ગુલાબ લગાવીને ફરતો હોય અને દિલ્હીના રાજકીય ગલિયારામાં તેની ‘ગોસિપ’ ના થાય એવું તો કેમ બને! લંડનમાં જન્મેલા શશી થરૂરનું ડ્રેસિંગ સ્ટાઇલિશ પણ સાદગીપૂર્ણ હોય છે. કેરળ સહિત ભારતભરની રાજકીય હસ્તીઓના પોષાકની વાત આવે, ત્યારે શશી થરૂરની ડ્રેસિંગ સ્ટાઇલ બધાથી જુદી પડે છે.

અગાથા સંગમા

ડ્રેસ કોડઃ કેઝ્યુઅલ અને સેમી કેઝ્યુઅલ ટી-શર્ટ, ફોર્મલ ટ્રાઉઝર અને શર્ટ, પરંપરાગત વસ્ત્રો, સલવાર સૂટ.

અગાથાનું સ્ટ્રેઇટ જેકેટ સાથેનું ડ્રેસિંગ ‘યંગિસ્તાન’ની સ્ટાઇલને આબેહૂબ પ્રતિબિંબિત કરે છે. અને હા, અગાથા કોંગ્રેસના નેતા પી.એ. સંગમાના પુત્રી છે. મેઘાલયના તુરા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અગાથા યુપીએ-2 સરકારમાં સૌથી યુવા વયના રાજ્યકક્ષાના મંત્રી હતા.

ઓમર અબ્દુલ્લા

ડ્રેસ કોડઃ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે સ્કીન ટાઇટ કુર્તા-પાયજામા અને વિદેશ પ્રવાસ સમયે સૂટ.

ઓમર અબ્દુલ્લા અનેકવાર ઊંચી કિંમતના ડિઝાઇનર વેરમાં પણ જોવા મળે છે. ઊંચી બ્રાન્ડ્ઝના ડાર્ક સન ગ્લાસીસ અને એસેસરીઝ તેમની ખાસિયત છે. ઓમર અબ્દુલ્લા હંમેશા ગરિમાપૂર્ણ ડ્રેસિંગમાં જોવા મળે છે.

જ્યોતિરાદિત્ય સિન્ધિયા

ડ્રેસ કોડઃ એથનિક વેર, ટ્રેડમાર્ક લેધર બૂટ, બ્લેક નેહરૂ જેકેટ, ડાર્ક સનગ્લાસિઝ અને ફોલ્ડેડ પોકેટ સ્ક્વેર.

‘ઇન્ડિયન પોલિટિક્સના રોકસ્ટાર’ તરીકે જાણીતા જ્યોતિરાદિત્ય સિંધિયા તેમની આગવી ડ્રેસિંગ સ્ટાઇલ ધરાવે છે. રાજવી પરિવારના આ યુવા નેતા ‘રાજા’ જેવું જ વ્યક્તિત્વ ધરાવે છે.

પ્રિયંકા ગાંધી વાડ્રા

ડ્રેસ કોડઃ લાંબુ સ્કર્ટ, સ્ટોલ, કલરફૂલ કોટન સલવાર અને ટ્રેડમાર્ક કોટન સાડી અને સામાન્ય મેક-અપ.

વેસ્ટર્ન વેર હોય કે પરંપરાગત સાડી, પ્રિયંકા ગાંધી તમામ પ્રકારનાં કપડાંમાં એલિગન્ટ લાગે છે. તેઓ કોઈ પણ ડ્રેસિંગમાં હંમેશા કમ્ફર્ટેબેલ હોયછે. તેમના ડ્રેસિંગ સેન્સના પ્રશંસકોની સંખ્યા ઘણી વધારે છે.

શાઇના એનસી

ડ્રેસ કોડઃ સિલ્ક, શિફોન અને સિક્વિન્ડ સાડી, એથનિક સલવાર સૂટ અને ટ્રેન્ડી વેસ્ટર્ન વેર.

રાજકારણી પોતે જ ડ્રેસ ડિઝાઇનર હોય તો પૂછવાનું જ શું? ભાજપના કાર્યકર બનતાં પહેલાં જ ફેશન ડિઝાઇનર તરીકેની સફળ કારકિર્દી ધરાવનાર શાઇના એનસીને રાજકારણી તરીકેનો આદર્શ લૂક મેળવવા માટે કોઈની મદદ લેવાની જરૂર નથી. ડાર્ક સનગ્લાસીસ તેમનો ટ્રેડમાર્ક છે.

વસુન્ધરા રાજે સિંધિયા

ડ્રેસ કોડઃ ડિઝાઇનર સાડી, ફ્લોરલ (ફૂલોની ડિઝાઇનવાળી) શિફોન સાડી, લહેરિયા અને બાંધણી સાડી.

ગ્વાલિયરના રાજવી પરિવારમાં જન્મેલા વસુંધરા રાજે તેમના આખા બોલા સ્વભાવ, હાજર જવાબીપણા અને ‘રાણી’ જેવા વ્યક્તિત્વ માટે જાણીતાં છે. તેમનાં વસ્ત્રોમાં રાજસ્થાની સંસ્કૃતિ અને રાજવી પરંપરાની ઝલક વર્તાય છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.