ટિચર્સ ડે પર ગણેશજી પાસે શીખવા જેવા લેસન્સ

આજે દેશભરમાં ટિચર્સ ડે અને ગણપતિ વિસર્જનને લઈને ભારે ઉત્સાહ છે. એમાંય ગુજરાત અને મુંબઈના લોકોમાં આ બંને બાબતોને લઈને અત્યંત ઉમંગ જોવા મળી રહ્યો છે. ટિચર્સ ડે અને ગણેશ વિસર્જનને લઈને સોશિયલ મીડિયા પર પણ લોકો જાતજાતની પોસ્ટ્સ શેર કરી રહ્યા છે. દસ દિવસની ઉજાણી બાદ આજે જ્યારે ગણેશજીનું વિસર્જન થઈ રહ્યું છે ત્યારે લોકો અત્યંત ભાવુક થઈ ગયા છે અને આંખોમાં આંસુ સાથે ગણેશજીને વિદાય આપી રહ્યા છે. જોકે ગણેશ વિસર્જન અને ટિચર્સ ડે બંને આજે એક જ દિવસે ઉજવાય છે ત્યારે આપણે એક નજર કરીએ કરીએ એવા કેટલાક લેસન્સ પર જે ગણેશજી આપણને શીખવે છે.

– એક રહો

આમ તો ગણેશ મહોત્સવની શરૂઆત જ અંગ્રેજોની સામેની લડતમાં આપણે સૌ ભારતવાસીઓ એક થઈ શકીએ એ માટે થઈ હતી. પરંતુ કાળક્રમે ગણેશ ઉત્સવની ઉજાણીમાં નવા પરિબળો પણ જોડાતા ગયા અને ઉજવણીના તરીકા બદલાયા. પરંતુ આ ઉત્સવની ઉજવણીનો મુખ્ય હેતુ હંમેશાં એક જ રહ્યો છે કે, ગણેશ મહોત્સવની ઉજાણી દ્વારા વિવિધ જ્ઞાતિ કે વિવિધ વર્ગના લોકો એકબીજાની સાથે જોડાયેલા રહે અને એક સમાજ તરીકે બધા એકબીજાની પ્રગતિમાં સહકાર આપે.

– ખુશ રહો

આમ તો ભારતના દરેક તહેવાર આપણને ખુશ રહેવા માટે અથવા આનંદિત રહેવા માટે પ્રેરણા આપે છે, પરંતુ ગણેશ મહોત્સવ ઉજવણીની બાબતે સહેજ નોખો છે. આ તહેવાર દરમિયાન સતત ઉમંગની છોળો ઉડતી રહે છે અને ગણેશજીની પધરામણીથી લઈ એમનું વિસર્જન કે દસ દિવસ સુધીની સવાર-સાંજની આરતી કે પંડાલોમાં થતાં ભજનો દરમિયાન ભક્તો ઘણો આનંદ માણે છે. જોકે અહીં પણ ઉપરની જ વાત દોહરાવી શકાય કે ગણેશ ચતુર્થીને લઈને આનંદ ચૌદસ સુધીના દસ દિવસો દરમિયાન ભક્તો જે આનંદ મેળવે છે એ આનંદ સહિયારો હોય છે. યુનાઈટેડ રહીને જે તહેવાર ઉજવી શકાય એની વાત જ અલગ હોય છે.

– મેનેજમેન્ટ

ગણેશ મહોત્સવ દરમિયાન ઘણી બધી બાબતોને એકસાથે હેન્ડલ કરવાની હોય છે. વિશાળ પંડાલો હોય કે ઘરે ગૌરી ગણેશનું સ્થાપન હોય એ બધામાં અનેક બાબતોને એકસાથે હેન્ડલ કરવાની હોય છે. આ તો ઠીક ગણેશજીને પંડાલોમાં લાવતી વખતે કે એમના વિસર્જન દરમિયાન પણ ગણેશજીની તોતિંગ પ્રતિમાને લાવવા-લઈ જવાથી લઈ સેંકડો લોકોને એકસાથે હેન્ડલ કરવા જેવી બાબતોમાં પણ પ્રોપર મેજમેન્ટની જરૂર રહે છે. આ આખીય પ્રક્રિયામાં ક્યાંક ચૂક રહી જાય તો ઘણી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

– લોભ છોડો

એક રીતે જોવા જઈએ તો આ મુદ્દો સહેજ ગહન છે અને કોઈકને આ બાબત અતાર્કિક પણ લાગે. પરંતુ ગણેશ મહોત્સવ સાથે ગણેશજી આપણને એ પણ શીખવે છે કે, અહીં કશું જ સ્થાયી અથવા હંમેશને માટે નથી. ગણેશજી પોતે પણ રંગેચંગે આવે છે અને એવા જ ઉત્સાહ અને ઉન્માદના માહોલમાં અહીંથી વિદાય લે છે. તેઓ પોતે જ આપણને એમ શીખવે છે કે, આ જગતમાં કશું જ ટકતું નથી. બધી જ બાબતોનું વિસર્જન થાય છે.

-પોતાની માર્યાદાઓનું વિસર્જન કરો

જતાં જતાં ગણેશજી આપણને એમ પણ શીખ આપે છે કે, આપણી અંદર રહેલા વિકારો કે આપણી લિમિટેશન્સનું પણ વિસર્જન કરો અને એક ઉત્તમ માણસ તરીકે જીવન જીવો. માણસ ઘણી વાર ક્રોધ, વેરભાવના કે અન્ય અનેક મર્યાદાઓનો શિકાર થતો હોય છે, જે મર્યાદાઓ એની પ્રગતિમાં આડે આવતી હોય છે. પરંતુ આ બધી બાબતોને પણ વિસર્જિત કરી દેવી જોઈએ.

અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.