ગાંધીજીના આ સત્યાગ્રહો વિશે પણ જાણીએ

(સંપાદનઃ મીરાં સલ્લા)

ભારત દેશને અંગેજોની પકડમાંથી છોડાવા માટે ભારતભરમાં અનેક આંદોલનો થયાં હતાં. તેમાં ગાંધીજી દ્વારા શરૂઆત કરવામાં આવેલું હિંદ છોડો આંદોલન વિશેષ હતું, જેની આજે દેશભરમાં ૭૫મી જયંતી ઉજવવામાં આવી રહી છે. જોકે એ પહેલા પણ ગાંધીજીએ ભારતમાં અનેક આંદોલનો છેડેલા, જેને બાપુ સત્યાગ્રહ નામથી ઓળખાવતા. સત્યાગ્રહનો મૂળ અર્થ સત્ય માટેનો આગ્રહ એવો થાય. અન્યાય સામે વિરોધ કરતી વખતે અન્યાયી માટે મનમાં કોઈ પણ પ્રકારના વેર-ભાવની લાગણી ન હોવી એ સત્યાગ્રહનું મૂળ લક્ષણ છે.

ગાંધીજીએ સૌપ્રથમ વખત દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલમાં ત્યાંની સરકાર દ્વારા અશિયાઈ લોકો સાથે થતા ભેદભાવ સામે 1906માં પહેલી વાર સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ભારતમાં પણ ગાંધીજીના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહ આંદોલનમાં અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ જેવા અનેક સત્યાગ્રહોનો સમાવેશ થાય છે. આ બધા જ આંદોલનો ભારતની આઝાદી માટે ગાંધીજીએ આપેલા યોગદાનને દર્શાવે છે.

ચંપારણ સત્યાગ્રહ

બિહારના ચંપારણ જિલ્લામાં ખેડૂતો સાથે થતા અન્યાયને રોકી તેમને ન્યાય અપાવવા માટે આ લડત કરવામાં આવી હતી. આ લડતમાં તેમને સફળતા પણ સાંપડી હતી. એ સમયે અંગ્રેજોએ પાણીના ભાવે ખેડૂતોની જમીનો પચાવીને ગળીની મીલો-કારખાનાઓ નાંખ્યા હતા. અધૂરામાં અંગ્રેજોએ ખેડૂતોને ગળીની ખેતી કરવાની પણ ફરજ પાડી હતી. જેને કારણે બિહારના ખેડૂતો અત્યંત પરેશાન હતા. ખેડૂતોની પરેશાની જોઈને ગાંધીજીએ અંગ્રેજોની સામે સત્યાગ્રહ આદરેલો, જેમાં એમને સફળતા પણ મળી હતી. આ વર્ષે ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી ઉજવાઈ રહી છે.

ખેડા સત્યાગ્રહ

ગુજરાતના ખેડા જિલ્લામાં 1917માં આવેલા પૂરને કારણે ખેડૂતોએ વાવેલા પાકને ખૂબ જ નુકશાન પહોંચ્યુ હતું. આ સમયે ખેડૂતોએ સરકારને કર માફ કરવા માટે વિનંતી કરી હતી. આ માટે અમૃતલાલ ઠક્કર, મોહનલાલ પંડ્યા, શંકરલાલ પારીખ વગેરેએ આ લડાઈમાં સહયોગ આપ્યો હતો. લડાઈના અંતે સરકારે કર મૂક્તિનો નિર્ણય લીધો હતો.

બારડોલી સત્યાગ્રહ

1928માં સાયમન કમિશન ભારતમાં આવ્યું ત્યારે એનો રાષ્ટ્રવ્યાપી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. એ સમયે ખેડૂતો પાસે વસૂલાતા કરમાં 30% વધારો કરવામાં આવ્યો હતો. જે 30 જૂન 1927થી લાગુ કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. આ કાયદાનો વિરોધ કરવા માટે બારડોલી સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી. આ આંદોલનની કમાન સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી હતી. મુંબઈ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ આ કાયદા સામે વિરોધ દર્શાવ્યો હતો.

અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.