સાથે રહેવું કે સાથે જીવવું શું પસંદ કરશો?

મીરાં સલ્લા

સાથે રહેવા માટે તો અનેક કહેવાતા સંબંધો છે પણ સાથે જીવી જાણે એવા સંબંધો મેળવવા ખૂબ મુશ્કેલ છે. એક છત નીચે સંયુક્ત કુટુંબમાં રહેતો પરિવાર પણ લોકોની દૃષ્ટિએ જ સાથે હોય છે પરંતુ ખરેખર તેઓ એકબીજાની સાથે નથી રહેતા. સાથે જીવવા માટેનું એક કારણ પણ મુશ્કેલથી મળે છે, જ્યારે સાથે ન રહેવા માટે અનેક કારણો હોય છે આપણી પાસે. જેમ કે, સમાજનો ડર, આર્થિક રીતે સદ્ધર ન હોવાથી અથવા તો માત્ર ફરજ નિભાવવા અર્થે સાથે રહેવાનું પસંદ કરતા હોય છે. એમાંય ખાસ કરીને મુંબઈ જેવા મેટ્રો સીટીમાં રહેતા લોકોને જ્યાં મુશ્કેલથી ઓરડો નસીબ થતો હોય ત્યાં પરિવારથી અલગ રહેવાથી ઊભી થતી આર્થિક ભીસને પહોંચી ન વળવાને કારણે તે સાથે રહેવાનું પસંદ કરે છે.

સાથે રહેવાનું પસંદ કરતા સંબંધોમાં તેમનો સ્વાર્થ અથવા ક્યારેક મજબૂરી રહેલી હોય છે. જેમ કે ઓફિસમાં કામ કરતા કર્મચારીને તેમના બોસ માટે મનમાં ગમે તેટલી કટુતા હોય પણ તે તેની મજબૂરીના કારણે તેમની સાથે સંબંધ નિભાવે છે કારણ કે એમ ન કરવાથી તેની નોકરી જવાનો ભય સતત તેના મનમાં ઘર કરી ગયો હોય છે. તો વળી જોબમાં આગળ પર્મોશન મેળવવા માટે સંબંધો જાળવી રાખવા પાછળ તેમનો સ્વાર્થ પણ છુપાયેલો તો છે જ.  પતિ- પત્ની બાળકોની જવાબદારી ના કારણે કરિઅર પર અસર ન થાય માટે પણ માતા-પિતાનને રાખતા જોવા મળે છે. અવા અનેક સંબંધો હશે જ્યાં લાલચ, કપટ, સ્વાર્થ, મજબૂરી, સમાજનો ડર વગેરે પરિબળો કામ કરતા હોય છે.

પરંતુ કોઈ બે વ્યક્તિ જ્યારે નિ:સ્વાર્થભાવે જોડાય ત્યારે તેઓ એકબીજાની સાથે જીવતા હોય છે. તેઓ સમાજના નિયમોમાં બંધાઈને એકબીજા સાથે રહેવાનું પસંદ ન કરતા તેમની ઇચ્છાથી અકબીજાનો સહવાસ માણતા જોવા મળે છે. આવા સંબંધો દીર્ઘાયુ હોય છે. જ્યાં પ્રેમ, લાગણી, વિશ્વાસ, એકબીજા માટે મનમાં ઈજ્જત હોય છે. આવા સંબંધો પતિ-પત્ની, પિતા-પુત્ર, ઓફિસના કર્મચારી અને બોસ વચ્ચે અથવા ઘરની પાસે રહેતા પાડોશી સાથે પણ હોઈ શકે છે તો ક્યારેક આવા મિત્રો પણ મળી આવે છે કાંઈ પણ મેળવવાની ઇચ્છા રાખ્યા વિના તેની સાથે રહે છે.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.