શતરંજ કે ખિલાડી

આમ તો કોઈ પણ રમતનો મુખ્ય આશય માણસનું મનોરંજન કરવાનો હોય છે. ક્યારેક રમતોના માધ્યથી માણસ શારીરિક સ્વાસ્થ્ય પણ પામતો હોય છે. કોઈ રમત ક્યારેક આખા ગામને માટે વરદાન સાબિત થાય અથવા બહોળા સમુદાયના જીવનમાં આમૂલ પરિવર્તન આણે એવું ક્યારેય જાણ્યું છે? ન જાણ્યું હોય તો કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલા મરાટિચાલ નામના ગામ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે કે, ચેસ એટલે કે, શતરંજની રમતે આ ગામની તસવીર જ બદલી નાંખી છે.

મરાટિચાલ ગામના લોકો નશાના ઘણા આદી હતા અને અહીંના લોકો દિવસ-રાત દારૂ, ગાંજો, અફીણ, ચરસ વગેરેનું સેનવ કરતા જોવા મળતા. નશીલા પદાર્થોનું સેવન કરવાને કારણે આ ગામના લોકો અત્યંત હિંસક બની ગયા હતા અને સાંજના સાત વાગ્યા પછી તો લોકો આ ગામમાં આવતા પણ ડરતા હતા.

આ ગામમાં રહેતા ઉન્નીકૃષ્ણને નાનપણમાં ગામના લોકોને નશામાં ધૂત થઈને હિંસા આચરતા જોયાં હતા અને નાનપણથી એમને એવી ઈચ્છા હતી કે, એમણે કોઈ પણ રીતે એમના ગામના લોકોને નશાની લતમાંથી છોડાવવા છે. આ માટે એમણે ઘણા વિચારો કર્યા અને આખરે એવું નક્કી કર્યું કે ગામના લોકોને શતરંજની રમતમાં વ્યસ્ત રાખવા જોઈએ. જોકે શરૂઆતમાં લોકોને એમનો આ વિચાર શેખચલ્લીનો વિચાર લાગ્યો હતો અને લોકોએ એમને બહુ સહકાર નહોતો આપ્યો. પરંતુ પછી લોકો ઉન્નીકૃષ્ણન સાથે જોડાતા ગયા અને આજે આ ગામમાં એવી સ્થિતિ છે કે, ગામના દરેક ઘર કે ફળિયામાં લોકો ચેસ રમતા હોય છે.

એક સમય એવો હતો જ્યારે ગામના લોકો સાંજના સમયે નશામાં ચૂર રહેતા. પરંતુ હવે એવી સ્થિતિ થઈ છે કે, સાંજના સમયે મરાટિચાલ ગામના લોકો શતરંજ રમવામાં વ્યસ્ત રહે છે. આ કારણે હવે ગામમાં નશાખોરીનું પ્રમાણ અત્યંત ઘટી ગયું છે. ઉલ્લેખનીય છે કે આ ગામમાં એક વાર એકસાથે હજાર લોકોએ સાથે શતરંજ રમવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.