60 વર્ષથી મશીનમાં કેદ થઈને આ રીતે જીવે છે પૉલ, કારણ અને હાલત દંગ કરી દેશે

સદનસીબે આપણો જન્મ એવા યુગમાં થયો છે, જ્યાં ટેકનોલોજી અને મેડિકલ સાયન્સની પ્રગતિને કારણે કેટલીક ભયાનક મહામારીથી બચવું શક્ય છે. તે પૈકીની કેટલીક મહામારી વિશ્વમાં નાબૂદ થવાના આરે છે. જેમ કે, પોલિયો. એક સમયે પોલિયોનો દર્દી સાજો થઈ જાય તો પણ એ રોગની અમુક શારીરિક તકલીફો જીવનભર તેનો પીછો ન છોડતી. અમેરિકાના ટેક્સાસના રહેવાસી પૌલ એલેક્ઝાન્ડર 1952માં પાંચ વર્ષની વયે પોલિયોનો ભોગ બન્યા હતા. બસ ત્યારથી એટલે કે 65 વર્ષથી પૌલ એક મશીનમાં કેદ છે. દુનિયામાં પોલિયોના લગભગ કોઈ દર્દીએ પૌલ જેવું દર્દનાક જીવન જીવવાનો વારો નથી આવ્યો.

A throwback to the olden days! I went to the museum of science this past weekend with a few friends and we visited the “Hall of Human Life”–an exhibit that’s all things human healthcare. I learned that day about the “iron lung”, which was an ancient method of treating people with polio (and others with severe breathing problems). Basically, it’s a chamber that people would lay down inside and a vacuum within the machine would help those patients breathe (through the forcible cycle of inhaling and exhaling air). It’s times like these when you’ve got to appreciate the advancement of medicine and technology. Certainly intubation is a lot more gentle and a more patient-friendly way of helping a sick patient be able to breathe. Here’s to the many more years of medical progress and service to our patients!😷🏥🤓 #TheOldenDays #TimesHaveChanged #Past #IronLung #Lung #Breathe #Medicine #Doctor #Museum #MuseumofScience #Learning #Scientist #Premed #College #Student #CollegeLife #LivingtheDream #LovingIt #Boston #Massachusetts #MA

A post shared by The Future Dr. Simon (@dr.simon2be) on

વાત એમ છે કે, પોલિયોના બીજા દર્દીઓની જેમ પૌલને પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી. પાંચ-છ દાયકા પહેલાં આવી તકલીફ ધરાવતા દર્દીઓને ‘આયર્ન લંગ’ તરીકે ઓળખાતા મોટા મશીનમાં સૂવડાવી દેવાતા. એ મશીન તેના ગળાની ફરતે ચુસ્ત રીતે બંધ થઈ જતું અને પછી દર્દીના ફેફસામાં કૃત્રિમ રીતે ઓક્સિજન ભરાતો. આ મશીન એક ક્રાંતિકારી શોધ હતી. આટલા વર્ષો પહેલાં બાળકો પણ ખૂબ ઝડપથી પોલિયોની ચપેટમાં આવી જતાં. તેમના માટે આયર્ન લંગ ઘણું ઉપયોગી હતું. જો કે, મોટી ઉંમરના લોકોને આ મશીનની જરૂર નહોતી પડતી. એ પછી તો પોલિયોની દવાઓ પણ શોધાઈ અને પોલિયોના દર્દીઓની સંખ્યા પણ ઘટતી ગઈ. એટલે ‘60ના દાયકાથી આયર્ન લંગ મશીનનું ઉત્પાદન પણ કાયમ માટે બંધ કરી દેવાયું.

Credit : Facebook

જોકે, પૌલનો કિસ્સો અપવાદરૂપ છે. હાલ તેઓ 70 વર્ષના છે અને છેલ્લાં 65 વર્ષથી આયર્ન લંગનો ઉપયોગ કરી રહ્યા છે. આ પાછળનું કારણ એ છે કે પોલિયોના કારણે પૌલનાં ફેફસાંને ભારે નુકસાન થયું હતું અને તેમનો ગળાથી નીચેનો ભાગ પણ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. એટલે પૌલ પાસે જીવનભર મશીન પર નિર્ભર રહેવા સિવાય છુટકો જ નહોતો. આમ છતાં, શારીરિક તકલીફોની પરવા કર્યા વગર પૌલે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કર્યો અને ટ્રાયલ લોયર પણ બન્યા. યુનિવર્સિટીમાં તેઓ વ્હીલચેરનો ઉપયોગ કરતા હોવા છતાં શ્વાસોચ્છવાસની તકલીફ સર્જાય ત્યારે તાકીદની સારવાર માટે મશીન સાથે જ રાખતા. પૌલ કહે છે, “મેં ટેક્સાસ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો ત્યારે સૌને એ પ્રશ્ન મૂંઝવતો કે હું આયર્ન લંગ સાથે લઈ જઈશ કે કેમ. હા, હું આયર્ન લંગ સાથે લઈ ગયો અને મારા ડોર્મ રૂમમાં મૂકાવ્યું પણ ખરું. મને મશીનની બહાર માથું રાખીને સૂતેલો જોઈને લોકોને કુતૂહલ થતું.”

હવે તો પૌલ મોટા ભાગનો સમય આયર્ન લંગમાં જ પસાર કરે છે. આજના જમાનામાં તો અનેક વિકલ્પો મોજુદ છે, પરંતુ એક્સપર્ટ્સ તો ઠીક, પોલિયોના દર્દીઓનું પણ કહેવું કહેવું છે કે પોલિયોમાં કોઈ પણ ઉપચાર આયર્ન લંગ જેટલો અસરકારક નથી. અત્યારે આયર્ન લંગનો ઉપયોગ કરતી વિશ્વમાં ફક્ત 10 જ વ્યક્તિ બચી છે. એટલે સ્વાભાવિક રીતે જ તેના પાર્ટ્સ મેળવવા મુશ્કેલ છે, જેથી આ મશીનનો ઉપયોગ ખર્ચાળ બની ગયો છે.

Credit : Facebook

પૌલના મશીનમાં 2015માં ખામી સર્જાઈ હતી. એ પછી પૌલે યુ ટ્યૂબ પર એક વીડિયો અપલોડ કરીને આયર્ન લંગ રિપેર કરવા મદદ માંગી. સદભાગ્યે પૌલને બ્રેડી રિચર્ડ્ઝ નામના મિકેનિકની મદદ પણ મળી. (થેંક્સ ટુ યુટ્યૂબ) પૌલ કહે છે, “હું વર્ષોથી એવી વ્યક્તિની શોધમાં હતો, જે આયર્ન લંગનું રિપેરિંગ કરી શકે. બ્રેડી રિચર્ડ્ઝ મને મળી ગયો, એ મારા માટે ચમત્કાર હતો! તેણે મારું મશીન રિપેર પણ કરી દીધું.”

હવે પૌલ એક આત્મકથાત્મક પુસ્તક લખી રહ્યા છે. તમને પ્રશ્ન થશે કે કેવી રીતે? જવાબ છે. મ્હોં વડે પેન ચલાવીને!

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.