માનવતાથી ધબકતુ હૈયું ધરાવનાર એક અનોખો જીવ

આજના આ એકવીસમી સદીના યુગમાં દરેક માણસ મોંઘવારીની ભીંસમાં ભીડાતો જોવા મળે છે અને તેને પહોંચી વળવા માટે અથાગ પ્રયત્નો કરતો જોવા મળે છે. એવામાં ઘરમાં બીમારી આવતા મોટા ખર્ચાને પહોંચી વળવું તેના  માટે મુશ્કેલ થઈ જાય છે. આજકાલ ડોકટર્સની ફી એટલી વધી રહી છે કે સામાન્ય માણસ પાસે બિમારીનો ઇલાજ કરાવવા માટે પૈસા ન હોવાથી બીમારીને કારણે મૃત્યુ નીપજે એવા બનાવો આપણી આસપાસ બનતા રહે છે. આવી ઘટનાઓમાંથી પ્રેરણા લઈને તદ્દન નજીવી ફી લઈને લોકોની મદદ કરતા ડૉક્ટર થીરુવેંગડમે સમાજ એક નવી મિસાલ ઊભી કરી છે.

ડૉકટર થીરૂવેંગડમ વીરારધવન ચેન્નઇના ઇરુકાંચેરી વિસ્તારમાં સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી ક્લિનિક પર રહે છે. આ કામની શરૂઆત તેમણે 1973 માં માત્ર બે રૂપિયાની ફી લઈને કરી હતી,જે સમય જતા વઘારીને પાંચ રૂપિયા કરી હતી. કરીઅરની શરૂઆતથી લઈને આજે 67 વર્ષની ઉંમરે પણ તેમનું ધ્યેય માત્ર લોકોની મદદ કરવાનું અને તેમને ઉપયોગી બનવા માટેનું રહ્યું છે.

ઓછા પૈસે લોકોનો ઇલાજ શરૂ કરવાના કારણે બહુ ઓછા સમયમાં તેઓ લોકોમાં જાણીતા બની ગયા. તેમની સારવાર માટે હજારો દર્દી આવતા હોય છે. આ કારણે તેમની આસપાસના વિસ્તારમાં ક્લિનિક ઘરાવતા ડૉક્ટરો આ વાતનો વિરોધ કરવા લાગ્યા અને ડૉકટર થીરુંવેંગડમને ફી વધારવા માટે દબાણ કરવા લાગ્યા. અચાનક આવી ચડેલી આ પરેશાનીનો મહામુશ્કેલી હલ શોધતા તેમણે નક્કી કર્યું કે, હવે તેમની પાસે આવનાર દર્દીઓ જ નક્કી કરશે કે તેમણે આ કામ માટે કેટલી ફી આપવી જોઈએ. અને જો કોઈ વ્યક્તિ પૈસાને બદલે ફીરૂપે કોઈ ખાદ્ય વસ્તુઓ આપવા ઇચ્છે તો તેઓ એનો પણ સ્વીકાર કરશે. અન્યથા જો કોઈ વ્યક્તિ કંઈ પણ આપ્યા વગર ઇલાજ કરાવવા ઇચ્છતું હોય તો પણ તેમણે હંમેશાં ઇલાજ માટે તૈયારી બતાવી છે. સમાજ દ્વારા, સમાજ માટે મેળવેલી ડિગ્રી તે માનવ કલ્યાણના હીતાર્થે ઉપયોગ કરવાની ખેવના ધરાવે છે.

કોઈ વાર ડૉકટરો માત્ર તેમની ફીનો વિચાર કરીને લોકોની લાગણીઓ સાથે રમતા પણ ખચકાટ અનુભવતા નથી ત્યારે ડૉકટર થીરૂવેંગડમ જેવા માણસો આજના સમયમાં નોખી માટીના સાબિત થાય છે. ફી ભરવાની પ્રક્રિયા કરવામાં અથવા તો ફી આપવામાં થોડુ મોડું કરતા અનેક લોકો તેમના વહાલસોયા સ્વજનોને ખોઈ બેસે છે. ત્યારે ડૉક્ટર થીરુંવેંગડમ અનેક લોકોના જીવનમાં મસીહા બનીને તમને નવું જીવન બક્ષતા જોવા મળે છે.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.