આ એપ્સ તમે ડાઉનલોડ કરી?

(સંપાદનઃ મીરાં સલ્લા)

આજના સમયમાં મોબાઇલ જીવન જરૂરિયાતની મહત્ત્વની વસ્તુઓમાંની એક છે. મોબાઈલે આપણી જિંદગીમાં એ રીતે સ્થાન મેળવી લીધુ છે કે તેના વિના એક દિવસ પણ રહેવું મુશ્કેલ બની જાય છે. પણ જો આ આધુનિક ઉપકરણનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જિંદગીના રોજ-બરોજના કામમાં ઘણી સરળતા રહે છે અને આપણો સમય બચાવવામાં પણ એ ઉપયોગી થઈ શકે  છે. એ માટે જ આજે એવી કેટલીક એપ્સ વિશે વાત કરીએ, જેના ઉપયોગથી વિદ્યાર્થીઓ અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને અનેક રીતે ફાયદો થઈ શકે છે.

પીડીએફ કન્વર્ટર :

આ એપ દ્વારા તમે કોઈ પણ ફાઇલને પીડીએફમાં કન્વર્ટ કરી શકો છો. આ એપથી ઇમેજીસ, ક્લિપ વોર્ડ, મેસેજીસ, ઈમેલ, અને કોન્ટેક્ટ્સ પણ પીડીએફમાં કન્વર્ટ કરી શકો છો. તેના માટે સૌ પ્રથમ ગુગલ ડ્રાઇવમાં જઈને પીડીએફ કન્વર્ટર ટાઈપ કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે એક Appsbuyout  Pdf converter app ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ થતા તેના પર એક વિન્ડો ઓપન થશે તેના પર જઇને જે ફાઇલ પીડીએફમાં કન્વર્ટ કરવાની હોય તે સિલેક્ટ કરી વિન્ડો પર ઓપન થયેલા કન્વર્ટર ઓપશન સિલેક્ટ કરતા ફાઇલ પીડીએફ બની જશે.

કેમ સ્કેનર:

INTSIG Information Co. Ltd દ્વારા તૈયાર કરવામાં આવેલી એપથી કોઇ પણ ડોક્યુમેન્ટનો ફોટોગ્રાફ લઈ એને તમે પ્રોફેશનલ સ્કેનરની જેમ સ્કેન કરી શકો છો. આ એપમાં તમે ઈચ્છો તે પ્રમાણે ક્રોપ અને રોટેટ કરી શકો છો. વળી, સ્કેન કરેલી ઇમેજીસને તમે jpeg કે pdf માં કન્વર્ટ કરી આપની યોગ્યતા મુજબ સેન્ડ પણ કરી શકો છો.

સ્પીચ નોટ

આ એપમાં કોઈ અગત્યનો લેકચર અથવા ડિસ્કશનનું રેકોર્ડિંગ કરવાનું રહેશે, જ્યાં એપ ઓટોમેટિકલી વોઈસ રેકોર્ડ કરીને એને ટેક્સ્ટમાં બદલશે. આ ફાઇલને તમે ડાઇનલોડ કરીને સેવ પર કરી શકો છો. તેમજ તમારી જરૂરિયાત મુજબ એડિટ કરીને એને સેન્ડ પર કરી શકાશે.

અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.