સભ્ય વેશે

અન્નાહાર ઉપર મારી શ્રદ્ધા દિવસે દિવસે વધતી ચાલી સોલ્ટના પુસ્તકે આહારના વિષય ઉપર વધારે વાંચવાની મારી જિજ્ઞાસા તીવ્ર કરી. મેં તો જેટલા પુસ્તકો મળ્યાં તે ખરીધ્યાં ને વાંચ્યાં. તેમાં હાવર્ડ વિલિયમ્સનું ‘આહારનીતિ’ નામનું પુસ્તક જુદા જુદા યુગના જ્ઞાનીઓ, અવતારો, પેગંબરોના આહારનું અને તે વિષેના તેમના વિચારોનું વર્ણન કરે છે. પાઈથાગોરસ, ઈશુ ઈત્યાદિને તેણે કેવળ અન્નાહાર કરનારા સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. દા. મિસિસ ઍના કિંગ્સફર્ડનું ‘ઉતમ આહારની રીત’ નું પુસ્તક પણ આકર્ષક હતું. વળી આરોગ્ય ઉપરના દા. ઍલિન્સનના લેખો પણ ઠીક મદદગાર નીવડ્યા. દવાને બદલે કેવળ ખોરાકના ફેરફારથી જ દરદીને સારો કરવાની પદ્ધતિનું તે સમર્થન કરે છે. દા. ઍલિસન્સ પોતે અન્નાહારી હતા અને દરદીઓને સારુ કેવળ અન્નાહારની સલાહ આપતા. આ બધાં પુસ્તકોના વાચનનું પરિણામ એ આવ્યું કે મારી જિંદગીમાં ખોરાકના અખતરાઓએ મહત્વનું સ્થાન લીધું. તે અખતરામાં પ્રથમ આરોગ્યની દ્રષ્ટિને પ્રધાન સ્થાન હતું. પાછળથી ધાર્મિક દ્રષ્ટિ સર્વોપરી બની.

દરમ્યાન પેલા મિત્રની મારે વિષેની ચિંતા દૂર નહોતી થઈ. તેમણે પ્રેમને વશ થઈને માન્યું કે, હું જો માંસાહાર નહિં કરું તો નબળો થઈશ, એટલું જ નહીં પણ હું ‘ભોટ’ રહેવાનો,કેમ કે અંગ્રેજ સમાજમાં ભળી જ નહીં શકું. તેમને મારા અન્નાહાર ઉપરના પુસ્તક વાચનની ખબર હતી. તેમને એવી ધાસ્તી લાગી કે એવા વાચનથી હું ભ્રમિતચિત્ત બની જઈશ, અખતરાઓમાં મારો જન્મ એળે જશે, મારે કરવાનું છે તે ભૂલીશ અને વેદિયો બની રહીશ. તેથી તેમણે મને સુધારવાનો એક છેલ્લો પ્રયત્ન કર્યો. મને નાટકમાં લઈ જવાને નોતર્યો. ત્યાં જતાં પહેલાં મારે તેમની સાથે હૉબર્ન ભોજનગૃહમાં ખાવાનું હતું. આ ગૃહ મારી નજરે મહેલ હતો. એવા ગૃહમાં જવાનો વિકટોરિયા હોટેલ છોડ્યા પછી આ પહેલો અનુભવ હતો. વિકટોરિયા હોટેલનો અનુભવ નકામો હતો, કેમ કે ત્યાં તો હું બેભાન હતો એમ ગણાય. સેંકડોની વચ્ચે અમે બે મિત્રોએ એક ટેબલ રોક્યું. મિત્રે પહેલું પિરસણ મંગાવ્યું. તે ‘સૂપ’ હોય. હું મૂંઝાયો. મિત્રને શું પૂછું મેં તો પીરસનારને પાસે બોલાવ્યો.

મિત્ર સમજ્યા.ચિડાઈને મને પૂછયું :

‘શું છે?’

મેં ધીમેથી સંકોચપૂર્વક કહ્યું:

‘મારે પૂછવું છે, આમાં માંસ છે કે?’

‘આવું જંગલીપણું આવા ગૃહમાં નહીં ચાલે. જો તારે હજુ પણ એમ કચકચ કરવી હોય તો તું બહાર જઈ કોઈ નાનકડા ભોજનગૃહમાં ખાઇ લે ને બહાર મારી વાટ જોજે.’

હું આ ઠરાવથી રાજી થઈ ઊઠ્યો ને બીજી વીશી શોધી. પાસે એક અન્નાહાર આપનારું ભોજનગૃહ હતું, પણ તે તો બંધ થઈ ગયું હતું. હવે શું કરવું એ મને સમજ ન પડી. હું ભૂખ્યો રહ્યો. અમે નાટકમાં ગયા. મિત્રે પેલા બનાવ વિષે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. મારે તો કંઈ બોલવાનું હોય જ શેનું?

પણ આ અમારી વચ્ચે છેલ્લું મિત્રયુદ્ધ હતું. અમારો સંબંધ ન તૂટ્યો, ન કડવો બન્યો. હું તેમના બધા પ્રયાસોની પાછળ રહેલો પ્રેમ વરતી શક્યો હતો, તેથી વિચારની અને આચારની ભીન્નતા છતાં મારો તેમના પ્રત્યેનો આદર વધ્યો.

પણ મારે તેમની ભીતિ ભાંગવી જોઈએ એમ મને લાગ્યું. મેં નિશ્ચય કર્યો કે જંગલી નહીં રહું, સભ્યના લક્ષણો કેળવીશ, ને બીજી રીતે સમાજમાં ભળવાને લાયક બની મારી અન્નાહારની વિચિત્રતા ઢાંકીશ.

મેં ‘સભ્યતા’ કેળવવાનો ગજા ઉપરવટનો ને છીછરો માર્ગ લીધો.

જો કે વિલાયતી પણ મુંબઈના કાપનાં કપડાં સારા અંગ્રેજ સમાજમાં ન શોભે તેથી ‘આર્મી ને નેવી’ સ્ટોરમાં કપદાં કરાવ્યાં. ઓગણીસ શિલિંગની ( આ કિંમત તે જમાનામાં તો બહુ જ ગણાય) ‘ચીમની’ ટોપી માથા પર ઘાલી. આટલેથી સંતોષ ન પામતાં બૉન્ડ સ્ટ્રીટમાં જ્યાં શોખીન માણસોના કપડાં સીવાતાં ત્યાં સાંજનો પોષાક દસ પાઉન્ડમાં દેવાસળી મૂકી કરાવ્યો. ભોળા અને બાદશાહી દિલના વડીલ ભાઈની મારફતે ખાસ સોનાનો અછોડો, બે ખીસામાં લટકાવાય તેવો, મંગાવ્યો અને તે મળ્યો પણ ખરો.તૈયાર બાંધેલી ટાઈ પહેરવી તે શિષ્ટાચાર નગણય, તેથી ટાઈ બાંધવાની કળા હાથ કરી. દેશમાં હજામતને દહાડે જોવાને મળતો. પણ અહીંતો મોટા તો અરીસાની સામે ઊભા રહી ટાઈ બરોબર બાંધવામાં અને વાળને પાટિયાં પાડી બરોબર સેંથો પાડવામાં રોજ દસેક મિનિટનો ક્ષય તો થાય જ. વાળ મુલાયમ નહીં, એટલે તેને ઠીક વળેલા રાખવાને સારુ બ્રશ (એટલે સાવરનએએ જ ના!) ની સાથે રોજ લડાઈ થાય. અને ટોપી ઘાલતા નેકાઢતાં હથ તો જાણે કે સેંથો સંભાળવાને માથે ચડ્યા જ છે.. વચમાં વળી સમાજમાં બેઠા હોઈએ ત્યારે ત્યા સેંથા ઉપર હાથ જવા દઈ વાળને ઠેકાણે રાખવાની જુદી જ અને સભ્ય ક્રિયા તો ચાલ્યાં જ કરે.

પણ આટલી ટાપટીપ જ બસ નહોતી. એકલા સભ્ય પોષ્હાકથી થોડું સભ્ય થવાય છે? સભ્યતાના બીજા કેટલાક બાહ્ય ગુણો પણ જાણી લીધા હતા અને તે કેળવવા હતા. સબ્ય પુરુષે નાચી જાણવું જોઈએ. તેણે ફ્રીંચ ઠીક ઠીક જાણવું જોઈએ. કે અકે ફ્રેંચ ઈંગ્લેંડના પાડોશી ફ્રાંસની ભાષા હતી, અને આખા યુરોપની રાષ્ટ્ર ભાષા પણ હતી, ને મને યુરોપમાં ભમવાની ઈચ્છા હતી. વળી સભ્ય પુરુષને છટાદાર ભાષણ કરત પણ આવડવું જોઈએ. મેં નાચ શીખી લેવ્ચાનો નિશ્ચય કર્યો. એક વર્ગમાં જોડાયો. એક સત્રના ત્રણેક પાઉંડ ભર્યા. ત્રણેક અઠવાડીયામાં છ એક પાઠ લીધા હશે. બરોબર તાલસર પગ ન પડે. પિયાનો વાગે, પણ તે શું કહી રહેલ છેતે ખબર ન પડે. ‘એક, બે, ત્રણ’ ચાલે પણ તેની વચ્ચેનું અંતર તો પેલું વાજું જ બતાવે, તે કંઈ ગમ ન પડે. ત્યારે હવે? હવે તો બાવાજીની બિલાડીવાળુ થયું. ઉંદરને દૂર રાખવા બિલાડી, બિલાડીને સારુ ગાય, એમ બાવાજીનો પરિવાર વધ્યો; તેમ મારા લોભનો પરિવાર પણ વધ્યો. વાયોલીન વગાડતા શીખું, એટલે સૂરની ને તાલની ગમ પડશે, ત્રણ પાઉંડ વાયોલિન ખરીદવામાં હોમ્યા ને તેના શિક્ષણને સારુ કંઈ આપ્યા! ભાષણ કરતાં શીક્લ્હવાને સારું ત્રીજા શિક્ષકનું ઘર શોધ્યું. તેને પણ એક ગીની તો આપી જ. બેલનું ‘સ્ટૅંડર્ડ એલોક્યુશનિસ્ટ’ લીધું. પિટનું ભાષણ શરૂ કરાવ્યું!

આ બેલ સાહેબે મારા કાનમાં ઘંટ વગાડ્યો. હું જાગ્યો.

મારે ક્યાં ઇંગ્લંડમાં જન્મારો કાઢવો છે? હું છટાદાર ભાષણ કરવાનું શીખીને શું કરવાનોઇ હતો? નાચનાચીને હું સભ્ય કેમ બનીશ? વાયોલિન શીખવાનું તો દેશમં ય બને. હું તો વિદ્યાર્થી છું. મારે વિદ્યાધન વધારવું જોઈએ મારે મારા ધંધાને લગતી તૈયરી અક્રવી જોઈએ. મારા સદ્વર્તનથી હું સભ્ય ગણાઉં તો થેક જ છે, નહીં તો મારી લોભ છોડવો જોઈએ.

આ વિચારની ધૂનમાં મેં ઉપલી મતલબના ઉદ્ગારોવાળો કાગળ ભાષણ શિક્ષકને મોકલી દીધો. તેની પાસે મેં બે ત્રણ પાઠ જ લીધા હતા. નાચ શિક્ષિકાને પણ તેવો જ પત્ર લખ્યો. વાયોલિન સિક્ષિકાનેત્યાં વાયોલિન લઈને ગયો. જે દામ આવે તેટલે તે વેચી નાકહ્વાની તેને પ્રવાનગી આપી. તેની સાથે કાંઈક મિત્ર જેવો સંબંધ થઈ ગયો હતો, તેથી તેની પાસે મારી મૂર્છાની વાત કરી. મારી નાચ ઇત્યાદિની જંજળમાંથી નીકળી જવાની વાત તેણે પસંદ કરી.

સભ્ય બનવાની અમરી ગેલછા ત્રણેક માસ ચાલી હશે. પોશાકની ટાપટીપ વર્ષો સુધી નભી. પણ હું વિદ્યાર્થી બન્યો.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.