કોઈ તમારા પ્રત્યે અણગમો બતાવે ત્યારે શું કરી શકાય?

ઈજિપ્તવાસી મિત્ર મુર્તઝા પટેલના માધ્યમથી એક રસપ્રદ અને પ્રેરણાદાયી કિસ્સો જાણવા મળ્યો.

અમેરિકામાં કેટલીક ઘટનાઓમાં પોલીસ અને પબ્લિક સામસામે આવી ગયા. એ પછી ઘણા લોકો પોલીસ પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા થઈ ગયા છે એના સંદર્ભમાં આ કિસ્સો વાંચવા જેવો છે.

એક યુગલ અમેરિકાના પેન્સીલવેનિયા સ્ટેટના નાનકડા એક ટાઉન હોમસ્ટેડની એક ફાસ્ટફૂડ રેસ્ટોરાંમાં ગયું.

એ રેસ્ટોરાંનાં મોટાં ભાગનાં ટેબલ્સ ઓક્યુપાઇડ હતા. એક ટેબલ પર એક પોલિસ ઓફિસર ભોજન લઈ રહ્યા હતા. તેની બાજુનું એક ટેબલ ખાલી હતું.

વેઈટર પેલા યુગલને એ ટેબલ તરફ દોરી ગયો. પતિ એ ટેબલ પર બેસવા આગળ વધ્યો, પણ તે ટેબલની નજીક પહોંચતા જ પત્નીએ અણગમાભર્યા અવાજે, પેલો પોલીસ અધિકારી સાંભળી શકે એ રીતે પતિને કહ્યું: ‘ના! મારે કોઈ પોલિસ ઓફિસરની નજીક નથી બેસવું!’ તે તેના પતિનો હાથ ખેંચીને થોડેક દૂર રહેલાં બીજાં એક ખાલી ટેબલ તરફ દોરી ગઈ.

પેલો ઓફિસર ક્ષોભ પામ્યો, પણ તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી.

એ યુગલે કંઈક ખાવાનું મગાવ્યું. તેમણે ખાઈ લીધું એ દરમિયાન પેલા ઓફિસરે પણ ભોજન પતાવી લીધું હતું. તેણે વેઈટરને કહીને બિલ મગાવ્યું. બિલ ચૂકવીને તે રેસ્ટોરાંમાંથી બહાર નીકળી ગયો.

પેલા યુગલે પણ વેઈટરને ઈશારો કરીને બિલ મગાવ્યું.

વેઈટર બિલ લઈની આવ્યો. પણ એ બિલમાં લખ્યું હતું: ‘પેઈડ!’ એટલે કે તેમનું બિલ ચૂકવાઈ ગયું હતું અને એ પણ ટિપ સાથે.

પેલા યુગલને કંઈ સમજાયું નહીં. તેમણે વેઈટરને કહ્યું ‘કે અમે તો બિલ ચૂકવ્યું જ નથી!’

વેઈટરે કહ્યુ: ‘તમારું પેમેન્ટ પેલા પોલિસ ઓફિસરે કરી નાખ્યું છે, જેની પાસે તમે બેસવાનો ઇનકાર કર્યો હતો!’

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.