ઉંમર પૂરી 25 પણ નથી અને રમે છે કરોડો રૂપિયામાં, જુઓ Top 10 રિચ કિડ્સ

બ્રિટનના રાજવી પરિવારનો ભાવિ વારસદાર પ્રિન્સ જ્યોર્જ એલેક્ઝાન્ડર લુઇ વય હજી તો માંડ ચાર વર્ષનો છે, પણ નામે પાંચ અબજ ડોલરની સંપત્તિ છે અને તેની મિલકતોની જાળવણી માટે તેને દર વર્ષે 40 કરોડ ડોલર મળે છે. આ તો થઈ બ્રિટનના રાજકુંવરની વાત, પણ દુનિયામાં એવા કેટલાયે ‘જિનિયસ કિડ્ઝ’ છે, જે કાં તો પોતાની કાબેલિયતના જોરે કે પછી અધધ મિલકતના વારસાથી 25 વર્ષની ઉંમર પહેલાં જ કરોડોની સંપત્તિ મેળવી ચૂક્યા છે, ચાલો, આવા કેટલાક ‘લિટલ મિલિયોનેર્સ’ને…

1. રેયાન ટોય્ઝરિવ્યુ

ઉંમરઃ 7 વર્ષ

સાત વર્ષનો આ ટેણિયો ટૉય રિવ્યૂ વીડીયો બનાવે છે. રેયાન તેના વીડીયોની વ્યૂઅરશિપમાંથી થતી એડવર્ટાઇઝિંગમાંથી જ દર મહિને આશરે 10 લાખ ડોલરની કમાણી કરે છે. રેયાન ટોય્ઝ રિવ્યૂ એ યુટ્યૂબ પર વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ચેનલ છે.

9. મેટ્ટીબીરેપ્સ (MattyBRaps)

ઉંમરઃ 14 વર્ષ

A post shared by MattyBRaps (@mattybraps) on


આ અમેરિકન સિંગર યુટ્યૂબ પર જાણીતા ગીતોના રિમિક્સ વીડીયો મૂકીને ઇન્ટરનેટ પર્સનાલિટી બની ચૂક્યો છે. 7 વર્ષની ટૂંકી કારકિર્દીમાં જ અધધ સફળતા મેળવી ચૂકેલા મેટ્ટીની યુટ્યૂબ ચેનલના વ્યૂઅર્સનો આંકડો ત્રણ વર્ષ પહેલાં જ એક અબજને આંબી ગયો હતો.

8. રાશિદ સૈફ બેલ્હાસા

ઉંમરઃ 15 વર્ષ

આગળના બે લિટલ મિલિયોનેર્સથી અલગ, રાશિદ દુબઈના અતિધનાઢ્ય અબજોપતિ પરિવારમાંથી આવે છે. આથી, દોલત તેને વારસામાં મળી છે. રાશિદ પાસે ફેરારી તો છે, પણ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તેની વય ઘણી નાની હોવાથી ફેરારીની સવારી કરવા માટે તેણે શોફર રાખવો પડ્યો છે.

The young don 🙏🏽🤐#louisvuitton #supreme #dubai

A post shared by MoneyKicks-We Living Life (@rsbelhasa) on

7. નિક જોનાસ

ઉંમરઃ 25 વર્ષ

એક્ટિંગની કાબેલિયતને કારણે નિક 25 કરતાં ઓછી વય ધરાવતી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં નિક 10મું સ્થાન ધરાવે છે.

6. નિક દ’એલોઇસિયો

ઉંમરઃ 21 વર્ષ

નિક Summly નામની એપ બનાવીને જગમશહૂર થઈ ગયો. આ એપના યુઝર્સે લેટેસ્ટ ઘટનાઓ અને સમાચારોના લાંબા લચક લખાણો વાંચવાની પળોજણમાં ન પડવું પડે તે માટે તેમને વિગતો સંક્ષિપ્તમાં પૂરી પાડે છે. 17 વર્ષની વયે નિકે પોતાની આ ઍપ યાહૂને વેચી નાંખીને કરોડો રૂપિયા કમાયા હતા.

5. રિકો રોડ્રિગ્વેઝ

ઉંમરઃ 19 વર્ષ

રિકો આઠ વર્ષનો હતો, ત્યારથી તે નાના-નાના પરચૂરણ રોલ ભજવતો હતો, પણ ‘મોડર્ન ફેમિલી’ ટીવી શોથી તેના ઉજ્જ્વળ ભવિષ્યનાં દ્વાર ખૂલી ગયાં. ક્રિટિક્સના મતે, આ શોને મળેલી અપાર સફળતામાં રિકોની રમૂજી પર્સનાલિટીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

4. ટેનર ફોક્સ

ઉંમરઃ 17 વર્ષ

ટેનર ફોક્સ વ્યવસાયે પ્રોફેશનલ સ્ટન્ટ સ્કૂટર રાઇડર છે. 60 લાખથી પણ વધુ સબસ્ક્રાઈબર્સ યુટ્યૂબ પર તેના આ કરતબનો લ્હાવો લે છે. તે ઇન્સ્ટાગ્રામ પર પણ તેના 31 લાખથી વધુ ફોલોઅર્સને વિવિધ સ્કાઇડાઇવિંગ અને જુદા-જુદા મોટર વ્હીકલ્સ ચલાવવાના તેના એડવેન્ચર્સની માહિતી આપતો રહે છે.

3. માર્ક થોમસ

ઉંમરઃ 16 વર્ષ

આ લિટલ જિનિયસ મ્યુઝિકલી-મેઇડ વીડીયોને યુનાઉ જેવા અન્ય સોશ્યલ નેટવર્ક્સ પર મૂકવામાં માહેર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 20,00,000થી વધુ ફોલોઅર્સ છે.

2. જેકબ સ્ટાર્ટોરિયસ

ઉંમરઃ 15 વર્ષ

લિપ સિન્કિંગ વીડીયો થકી રાતોરાત પ્રસિદ્ધિ પામેલા આ અમેરિકન ચાઇલ્ડ આર્ટિસ્ટના જીવનની હૃદયને સ્પર્શી જતી ઘટના એ છે કે જેકોબ ચાર વર્ષનો હતો, ત્યારે તેના માતા-પિતા તેનો ઉછેર કરવા માટે સક્ષમ ન હોવાથી તેમણે જેકોબને દત્તક આપી દીધો હતો. તે 11 વર્ષનો હતો, ત્યારે તેનો પ્રથમ ઓનલાઇન વીડીયો વાઇનમાં અપલોડ કરવામાં આવ્યો હતો.

1. વેલેન્ટિના પાલોમા પિનોલ્ટ

ઉંમરઃ 10 વર્ષ

વેલેન્ટિના પાલોમા પિનોલ્ટ હોલિવૂડ એક્ટ્રેસ સલમા હાયેક અને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ ફ્રાન્કોઇઝ હેન્રી પિનોલ્ટની દીકરી છે. આટલી નાની વયે જ વેલેન્ટિના ફેમસ થઈ ચૂકી છે અને તે 1.2 કરોડનું મેન્શન ધરાવે છે!

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.