એક મજાનો કિસ્સો

એક મજાની વાત કરીએ. હસીને લોથપોથ થઈ જવાય એવી. જ્ઞાતિનું નામ નથી લખવું કે નથી તો એવો કોઈ આશય કે આપણે કોઈને ઉતારી પાડવા છે અથવા કોઈની અજ્ઞાનતા પર હસી કાઢવું છે. પરંતુ કિસ્સો એવો છે કે હસ્યા વિના રહી ન શકાય.

અમારી સાથે દિનેશભાઈ રોહિત ડેઈલી અપડાઉન કરે. દિનેશભાઈ અંકલેશ્વરમાં જીએસટી (સેલ્સ ટેક્સ)ના ઑફિસર અને પાછા કર્તવ્યનિષ્ઠ પણ એટલા જ. આમ તો વર્ષો સુધી વાપીમાં તેમણે નોકરી કરી, પણ અંકલેશ્વર બદલી થઈ ત્યારથી અપડાઉન શરૂ કરેલું. નોકરીનો સમય સચવાઈ જાય એ માટે તેઓ વાપીથી સવારે સાડા સાત વાગ્યે નીકળે અને રાત્રે નવ-સાડા નવે ઘરે પહોંચે. અંકલેશ્વર સુધી પહોંચવામાં અપડાઉનમાં તેમનો જેટલો સમય જતો હશે એટલો સમય તો તમામ સરકારી વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ ઑફિસમાં પણ નહીં બેસતા હોય, પરંતુ દિનેશભાઈને મેં હંમેશાં તેમનું કર્તવ્ય નિભાવતા જોયા છે.

દિનેશભાઈ એ ગઈકાલે એક મજાનો કિસ્સો સંભળાવ્યો. તેઓ કહે, ‘અરે જવા દેની કાલે સવારે વાપી સ્ટેશન પર ઊભો હતો ત્યાં એક કપલ મારી પાસે આવ્યું અને મને પૂછ્યું હમણાં જે આવે છે એ ટ્રેન વલસાડ ઊભી રહે?’

‘હા ઊભી રહે. અને પંદર મિનિટ પછી બીજી ટ્રેન પણ આવે એ હો ઊભી રહે.’ દિનેશભાઈ કહ્યું.

‘ટ્રેનમાં આ ટિકિટ ચાલશે?’ પેલા યુગલમાંના પતિએ દિનેશભાઈએ ટિકિટ બતાવતા કહ્યું.

ટિકિટ એક્સપ્રેસ ટ્રેનની હતી એટલે ચાલે એમ હતી. પરંતુ ટિકિટ સાથે બે પ્લેટફોર્મ ટિકિટ્સ પણ હતી.

એ ટિકિટ્સ જોઈને દિનેશભાઈએ તેમને કહ્યું, ‘તમારી સાથે કોઈ આવ્યું છે?’

‘સમજાયું નહીં.’ પેલા ભાઈએ કહ્યું.

‘આ પ્લેટફોર્મ ટિકિટ કેમ લીધી? સ્ટેશન પર તમને કોઈ મૂકવા આવ્યું છે?’

‘અરે નંઈ… આ તો સ્ટેશન પર કોઈ પકડી પાડે તો સવાર સવારમાં કોણ ટીટી સાથે મગજ ઘસે?’

‘એટલે આ પ્લેટફોર્મ ટિકિટ તમે તમારા માટે કઢાવી છે?’

‘હા’ પેલા ભાઈએ કહ્યું. જેણે ઑલરેડી વલસાડ સુધી જવાની ટિકિટ લીધી હતી!

અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.