અનોખા સપનાંને સાકાર કરતી ઉલા લોહમેન

સંપાદનઃ મીરાં સલ્લા

આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિ તેના મનમાં ખૂણામાં એક સુંદર સપનું સજાવીને બેઠી હોય છે. એ સપનાં જ જિંદગીમાં આવી ચડેલી મુશ્કેલીમાં આપણને લડી લેવાની હિંમત પૂરી પાડે છે. દરેકના સપનાંઓ અલગ અલગ હોય છે. કોઈએ મહાકાય સમુદ્ર ખેડવો છે તો કોઈને માઉન્ટ એવરેસ્ટ ચડવું છે. તો વળી કોઈને ચાંદ પર પગ મૂકવા જવું છે.

જોકે જીવનમાં દરેકને તેના સપનાં પૂરાં કરવાનો મોકો મળતો નથી. પરંતું ઉલા લોહમેન એવી વ્યક્તિ છે જેને તેના સપનાંને જીવવાનો મોકો મળ્યો. ઉલા જર્મનીમાં તેના પતિ સાથે રહે છે અને તે જવાળામુખી કઈ રીતે બહાર આવે અને એ સમયે કયા પ્રકારના દૃશ્યો સર્જાય છે એ કેમેરામાં કેદ કરી લેવાની ઇચ્છા ઘરાવે છે. આ કામ હિંમત અને બહાદુરી વિના શક્ય નથી.  ઉલા ઘરેથી ફ્રી લાન્સ જોબ કરે છે. તે બીબીસી, નેશનલ જિઓગ્રાફિક, જી.ઈ.ઓ., ન્યૂ યોર્ક ટાઇમ્સ વગેરે સાથે અનેક પ્રોજેક્ટમાં તેમની સાથે જોડાય છે.

ઉલાની ઇચ્છા જ્વાળામુખી સુધી પહોંચવાની નથી, પરંતુ તે જે સ્થળ પરથી જ્વાળામુખી નીકળે એ સ્થળની બને એટલું નજીક જઈને તેની તસવીર કેમેરામાં ઝડપી લેવાની છે. આ કામમાં તેના માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.

ઊલા એક વાર કોઈ નિર્ણય લે એ બાદ તે નિર્ણય પરથી ડગતી નથી. એક વાર દક્ષિણ પ્રશાંતના વાનુઆતુ આઇલેન્ડ પર બેન્બો ક્રેટર જ્વાળામુખી સુધી પહોંચી હતી, પરંતુ એ સમયે તેની પાસે સુરક્ષા સાધનો મર્યાદિત પ્રમાણમાં હોવાથી તે અંદર ન જઈ શકી. પરંતુ છ મહિના બાદ ફરી હિંમત અને સુરક્ષા સંશાધનો સાથે પ્રયાસ કર્યો અને તે પહોંચી પણ ખરી. એ સમયે તેને એ જ્વાળામુખીમાં ફૂટબોલના મેદાન જેટલી એક ઝીલ જોવા મળી હતી જેવાં લાવા ભભૂકી રહ્યો હતો.

આગળ પણ આવા અનેક અનુભવો કરવાની તેની અદમ્ય ઇચ્છા છે જેને પુરી કરવા માટે સતત પ્રયત્નો કરતી જોવા મળે છે.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.